મિત્રો,
અમારી વિદ્યા-સાહિત્ય સંસ્થા ''એકત્ર'' ફાઉન્ડેશને ''સંચયન'' નામે એક ગુજરાતી સામયિકનો આરંભ કર્યો છે -- એનો આ બીજો અંક પણ ''એકત્ર'' ના પ્રાગટ્ય રૂપે સૌને સપ્રેમ ધરીએ છીએ. સાંપ્રત સાહિત્ય-સામયિકોમાંથી તેમજ ગ્રંથોમાંથી ઉત્તમ અને રસપ્રદ કૃતિઓનું ચયન ''સંચયન'' દ્વારા સુલભ થશે.
ગુજરાતી ભાષામાં સાહિત્યનાં સામયિકો તેમજ વિચારપત્રો ઘણાં છે. પરંતુ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ સુધી એ પહોંચી શકતાં નથી, અને પહોંચાડવાં અત્યંત મુશ્કેલ પણ છે. ઉપરાંત, અનેક સામયિકોમાંથી ઉત્તમ કયાં તે પસંદ કરવાનું ને એને મંગાવવાનું સૌ માટે અશક્ય છે. વળી, વાચનમાં રસ હોય તો પણ સમયના અભાવે, સામયિકો પૂરાં વાંચી શકાતાં નથી. આ સંજોગોમાં આપણા સામયિકો અને પુસ્તકોમાંથી ઉત્તમ સામગ્રીનું ચયન-સંકલન આપતા એક ઇ-ડાયજેસ્ટ દ્વારા ગુજરાત તેમજ ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને ઉત્કૃષ્ટ વાચન પહોંચાડવાનો એક સાહસિક પણ જરૂરી સંકલ્પ અમે કર્યો છે.
આપ અહીં આ PDF પર ક્લિક કરીને ''સંચયન''નો આ અંક ખોલી શકશો. વળી, એને આપના કોમ્પ્યુટરમાં download કરી desktop પર રાખો તો ફરી ફરી ઈન્ટરનેટ ખોલવું ન પડે -- નિરાંતે વાંચવા હાથવગું રહે. PDF વધુ અનુકુળ છે -- પરંતુ એ સિવાય, આપ આ link પર ક્લિક કરીને પણ વાંચી શકો. જેવી આપની અનુકૂળતા.
ઓનલાઈન વાંચતી વખતે ઉપર જે ટુલબાર આવે છે તેનો ઉપયોગ કરીને મોકળાશથી વાંચવાની સુવિધા તમે તમારી રૂચિ પ્રમાણે ઊભી કરી શકશો.
Übersetzt wird, bitte warten..
